પેલે પાર
પેલે પાર


રાખું હૈયે હામ ને અજમાવું વિકલ્પ
થાઉં જખ્મી તો ય દ્રઢ રહે સંકલ્પ
હું તો પહોંચુ પેલે પાર...
અઘરો છે પ્રગતિપંથ ના મળે સંગાથ
એકેક ડગલું ભરું સુણી અંતરનો સંવાદ
હું તો પહોંચુ પેલે પાર...
પ્રાપ્ત કરવા વિશેષ થાઉં છું લોથપોથ
સ્પષ્ટ પ્રતિબિંબ સાઠુ દ્વિધા કરું અલોપ
હું તો પહોંચુ પેલે પાર...
વા વારિ માટી આભ અવકાશ ને જીતું
મોટું પ્રાંગણ આતમનું પ્રથમ ખુદને પામું
હું તો પહોંચુ પેલે પાર..