STORYMIRROR

અશ્ક રેશમિયા

Inspirational Others

4  

અશ્ક રેશમિયા

Inspirational Others

પછી દિ' આવશે કપરા

પછી દિ' આવશે કપરા

1 min
28.1K


પછી ‘દિ આવશે કપરા

જીવી લેજો તેથી સાથ-સહવાસમાં

હજી સમય છે,


રડતી આંખોને હસાવી લેજો,

રિસાયેલાને મનાવી લેજો,

ને સ્વજનોનો પુરો સ્નેહ પામી લેજો;

હજી સમય છે, પછી ‘દિ આવશે કપરા

છે માનવીય સંબંધો મીસરી જેવા,

મહી મધ-સી મીઠાસ ભરી લેજો,

ને સંબંધોની શાન જાળવી લેજો;

હજી સમય છે, પછી ‘દિ આવશે કપરા


સ્નેહ સિતારા થઈને સૌના નયને વસી જજો,

ને પ્રણયમાં મોઘમ મુલાકાત કરીને,

વ્હાલા જણને પ્રેમથી ચુમી લેજો;

હજી સમય છે, પછી ‘દિ આવશે કપરા


પ્રગટશે પ્રપંચથી તો પાપજ્વાળા, તેથી

પ્રેમના પતાસા વહેંચી પુણ્ય કમાઈ લેજો,

ને સુવણઁ-સા સંબંધને ચાંદ ચાર લગાવી લેજો;

હજુ સમય છે, પછી ‘દિ આવશે કપરા

કશું વળશે નહી ધનના ઢગલા કર્યેથી,

કો ભૂખ્યા જનોની જઠરાગ્ની ઠારીને,

ને પ્યાસા જનોને અમૃત જળ પાઈને,

ભાવિના ભવ્ય ભાથા ભરી લેજો;

હજુ સમય છે, પછી ‘દિ આવશે કપરા..

છીએ માટી તણા મહા પિંડ,

ને માટીમાં ભળી જવાના છીએ,

મરણ આવે એ પહેલાં

વહાલપની વાવણી કરી લેજો,

ને સંબંધોને ચાર ચાંદ લગાવી લેજો;

હજુ સમય છે, પછી ‘દિ આવશે કપરા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational