STORYMIRROR

Isha Kantharia

Tragedy Inspirational

4  

Isha Kantharia

Tragedy Inspirational

પૈસાનો પટ્ટો

પૈસાનો પટ્ટો

1 min
459

ધીરે ધીરે માણસ બગડતો જાય છે, 

ડગલેને પગલે સૌને નડતો જાય છે,


પૈસાની એવી તે ખુમારી આવી ગઈ,

કે સંબંધોને એ તડછોડતો જાય છે,


સુરાલય તરફ ડગ માંડ્યા છે હવે, 

તેથી તો દેહથી એ લથડતો જાય છે,


પૈસાના જોરે સમાજમાં નામ કમાયો,

ઘરમાં માબાપને તડપાવતો જાય છે,


કરતૂત તો એવી અનોખી કરે છે કે, 

આ જાનવરને શરમાવતો જાય છે,


"સરવાણી" એ સુંદર ચહેરો લઈ ફરે છે, 

પણ આત્માથી એ ખખડતો જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy