STORYMIRROR

Bhumi Rathod

Inspirational

4  

Bhumi Rathod

Inspirational

પૈસાની જાદુઈ છડી

પૈસાની જાદુઈ છડી

1 min
244


દુનિયામાં ચાલે છે,પૈસાની છડી જાદુની;

જેમાં ગરીબોનું જીવન થાય છે મામૂલી,


જાદુની છડીનો જાદુગર બને છે શ્રીમંતો;

જેમાં અંકાઈ છે,ગરીબોની લાગણીની કિંમતો,


કરોડપતિ બની ફેરવે,પૈસાની જાદુઈ છડીને;

પુરવા પેટનો ખાડો ગરીબ પગે લાગે પડીને,


બની જાદુગર શ્રીમંતો પકાવે ભોજન વ્યાજનું;

ન ચૂકવી શકે પાછા પૈસા,તો રીબાઈ ગરીબોનું હૈયું,


પૈસાની છડી ફેરવી વ્યાજનું ભોજન ખવડાવે;

ગરીબ માથે થાય લેણું,તો ઘરે આવી ધમકાવે,


નથી પૈસાની છડીમાં માલ, ઓ....શ્રીમંત;

જેમાં ભોગવવી પડે છે,ગરીબોને હીણપત,


નથી ફળ સાચુ આપતી,આ છડી પૈસાની;

ફેરવી જો છડી 'ધરા' પર એકવાર નીતિમત્તાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational