પાવનરૂપ
પાવનરૂપ
સૄષ્ટિનુ ચક્ર ફરતું રાખવાનું એ વિધિનું વિધાન છે,
સૄષ્ટિ સર્જનમાં, સ્ત્રીને કુદરત્તે બનાવેલ સર્વ શક્તિમાન છે,
સૄષ્ટિમાં સૌમ્ય સ્ત્રી સ્વરુપ છે સહુથી પાવન,
સ્ત્રી તો સુખ, શાંતી અને સમ્રુધ્ધિનું વરદાન છે,
ધરતી જેવી ધીરજ વારી અને સાગર જેવી જાજરમાન છે,
સ્ત્રી છે ચંદ્ર જેવી શીતળ અને જળ જેવી મસ્તાન છે,
સૄષ્ટિમાં સૌમ્ય સ્ત્રી સ્વરૂપ છે સહુથી પાવન,
છે પહાળ જેવી મજબૂત પણ સ્ત્રીમાં નજાકતતાની શાન છે.
