પાવન મા તું , ભૂમિ ભારતી
પાવન મા તું , ભૂમિ ભારતી
સૂરજ શાખે કરૂં વંદના,
પ્રગટ દર્શન શિવાલય.
પાવન મા તું, ભૂમિ ભારતી,
ઉન્નત મુગટ શીશ હિમાલય.
નાદ નદીએ હરહર ગંગા,
અંતરમાં ઓચ્છવ પ્રભુતા.
ખેત તરૂ ને કલરવ મીઠા,
આંગણ સંતોષ મહામૂલા.
આ સકળ જગ હો સુખિયા,
મા તારું દર્શન નિરાળું.
કેમ ના ગાઉં ગીત ત્રિરંગમાં,
મા ભાગ્યયશ અમ ત્રિકાળું.
વેર તણું ઝેર જ આપદા,
વૈશ્વમૈત્રીના જપ સુભાષા.
ગાંધી મારગડે ચાલો બંધુ,
સાગર કન્યા દર્શન દે આશા.
