પાત્ર દમદાર ભજવવું
પાત્ર દમદાર ભજવવું

1 min

260
પચાવી શકો ન કદીયે ઝેર,
પછી શું શંકર શંકર રમવું.
અલગારી થવાય નહીં ને,
પછી શું હિમાલયમાં ભમવું ?
હા ! જો ખાલી સંસારે સજવું,
ને પછી દેવ શિવ શંકરને નમવું.
આ જગે થવું હોય તે થવાય ના,
પણ માણસ ચોક્કસપણે બનવું.
ને છે આ રંગમંચ દુનિયા નામનો,
માટે પાત્ર "નીલ" દમદાર ભજવવું.