પાંજરું
પાંજરું
શું થયું ? જો એ હોય મનભાવન,
પાંજરું રહેશે આખર પાંજરું.
હોય કદરૂપું કે પછી કામણગારું..
સદાય રહેતી એમાં પરવશતા.
પ્રેમને બહાને કાં ચણને બહાને,
ઓશિયાળી આશ રહે બંધાણી.
કાયામાં સમાણી, માયાવી નગરી.
પાંજરું, પાંજરું, આખર પાંજરું.
