Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

પાલવનો પહેરો

પાલવનો પહેરો

1 min
298


આ ચાંદ જેવા ચહેરાને આછેરા પાલવનો પહેરો,

જેટલો છુપાવો એટલો વધે ભાવ દર્શનનો ગહેરો !


નજર કાબૂમાં ન રહે તો સમજો બેકાબૂ લાગણી,

ચાંદ પ્રગટે જો હટે કાળા કામણગારા કેશનો ઘેરો !


એક આરઝુ ન જાણે કેટલા જનમથી હશે અધૂરી,

દર્શન જીવંત સૌન્દર્યનું કરશે સફળ આ જનમનો ફેરો !


આ મનખાના મેળામાં આપણે સૌ અજનબી પરિચિતો,

ન જાણે કોણ ક્યારે રચી જાય અહી અચાનક સનેડો !


તકાજો સમયનો સમજો એક હલકું સ્મિત સજીને,

"પરમ" ધન્યતા કરશે "પાગલ" તો થશે આનંદ અનેરો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance