STORYMIRROR

Pinky Shah

Romance

3  

Pinky Shah

Romance

પાલવ તારો

પાલવ તારો

1 min
554


પાલવ તારો જે

ભીંજાયેલો છે વેદનાથી,


લાવ શીતલ સ્નેહની

ભાત પાડી દઉં,


તારા આંસુ ભરેલા

નયનોમાં

લાવ સપનાઓ

હું આંજી દઉં,


કંટકથી ખરડાયેલો

રસ્તો તારો,

લાવ હું ફૂલોથી આચ્છાદિત

કરી લઉં,


મંજૂર એ જ હોય છે,

જે વિધિએ નિર્ધાર્યું હોય છે,


છતાંયે આશ જીવનમાં

પ્રબળ હોય છે,

ઉત્કટ હોય છે,


અભિલાષા જીવનમાં

ખાસ

એમની રહે ચાહત

જીવનમાં સદા આસપાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance