STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy

પાગલ સિતાર

પાગલ સિતાર

1 min
475

હવે અમારું દિલ સળગાવીને ઝળહળવાના,

ને સ્નેહના ઝરણાંઓ બનીને ખળખળવાના,


ને મળે જો કોઈ સૂરીલી મસ્ત એક મહેફિલ,

તારા ચરણે બંધાઈને છમ છમ રણકવાના,


તું સ્મૃતિનું વાદળ બની ગરજી જજે રૂદિયે,

અમે બેય આંખેથી અનરાધાર વરસવાના,


તારી મસ્તીની અનમોલ ક્ષણો યાદ કરીને,

હોઠે થકી હાસ્ય બની અમે તો ખખડવાના,


દર્દની એક તમારી અમૂલ્ય ભેટ સમજીને,

અમે તો જખ્મ બનીને ખુશીથી તડપવાના,


તું "પરમ" બનીને છેડી જાય તાર દિલના

તો "પાગલ" સિતાર બની ઝણઝણવાના !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy