Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

પાગલ પ્રાસ

પાગલ પ્રાસ

1 min
13.4K


આ મુજ હાથમાં જેદી'થી તે તારો હાથ પરોવ્યો

જાણે આ એક જીવતી લાશને નવો શ્વાસ મળ્યો


આ જમાનો તો હજીયે સમજીનેજ બેઠો છે બેવફા

ને તમારી વફાને કારણે જ નવિન વિશ્વાસ મળ્યો

નિષ્પ્રાણ નયનો તો થીજીને થઇ ગયા'તા પાષાણ

ને મારી જ અંદર હું ખુદ ખુદને થઇ નિરાશ મળ્યો


એક આશ નવી જિંદગીની એવીતો જગાવી તમે કે

મુજ બંધ રૂદિયાને જાણે ધબકતો અહેસાસ મળ્યો

આ આયખું તો આખું જાણે એક વેરાન સુકું ખેતર

ને ઉપરથી અચાનક જ વ્હાલપનો વરસાદ મળ્યો


"પરમ" શબ્દો તો હતાં તુજ વિરહમાં વેર-વિખેર

તુજ આગમન થી આ કેવો "પાગલ" પ્રાસ મળ્યો


Rate this content
Log in

Similar gujarati poem from Romance