STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

4  

Heena Pandya (ખુશી)

Romance

પાદર સુધી જવાની

પાદર સુધી જવાની

1 min
519

હું શોધવા પછી તો પાદર સુધી જવાની,

એ ના મળે મને તો ખેતર સુધી જવાની.


બેચેન છું ઘણીયે સામે મળી જવાને,

હું આંગણા વટીને એ ઘર સુધી જવાની.


જો શ્વાસની સુવાસે મોહિત કરી મને તો,

હું મ્હેકતા એ ભીના અત્તર સુધી જવાની.


ફાવી શકે મને જો ઊંડો પ્રવાસ કરવો,

લોહી બની હૃદયમાં અંદર સુધી જવાની.


ખાલી થશે ગગન આખું ખેરવી સિતારા,

વીણી શકાય એવાં અવસર સુધી જવાની.


આ એક પ્રેમ ખાતર, આપી શકું છું જીવન,

સામે જરાક માંગી, વળતર સુધી જવાની.


લાંબી સફર હશે તો, ભટકું પછી "ખુશી"થી,

શોધી વળું ખુદાને, પથ્થર સુધી જવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance