ઓળખો મને
ઓળખો મને
દંડો અમારો મુદ્રાલેખ
કારણ હોય કે ના હોય
મારવો એટલે મારવો
હોય નાનકા કે મોટકા
ભાઈ હોય તો મારવા
બાઈને પણ ધોકાવવી
કાળા હોય તો મારવા
ધોળા હોય તો મારવા
નિયમ સમજીએ બધા
એટલે જ તો તોડવાના
નિયમ તોડે એને મારુ
નિયમ છોડે એને મારુ
નિયમ માને એને મારુ
દિમાગ કાયમ રહેતું
સાતમા આસમાને
માર્યા પછી પૂછવાનું
શું ગુનો કર્યો છે તમે
શોધી કાઢવી કલમ
કેટલું માર્યું એ જાણી
લગાડવી પછી કલમ
માર્યા પછી કોઈને
પૂછવાનું નહીં મલમ
મીઠું ભભરાવવાનું
દંડો અમારો મુદ્રાલેખ
ગડમથલ કાયમ રહે
નોકરી પ્રજાની કરીએ
સરકારની કરીયે
કે પછી દંડાની કરીયે
હોદ્દાની કરીયે
કે પૈસાની કરીયે
ઉપરી અધિકારી છીએ
કે ગુલામ કોઈના
સાહેબના કે ડંડાના
ભૂખ્યાને ય મારીએ
તરસ્યાને ય મારીએ
બિમારને ય મારીએ
દયાને વર્દીને આડવેર
આફ્રિકા હોય કે યુરોપ
અમેરિકા હોય કે સ્વર્ગ
દંડો અમારો મુદ્રાલેખ
જ્યોર્જ હોય કે ફ્લોયડ
દંડો અમારો મુદ્રાલેખ.