Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Romance

3  

Anil Dave

Romance

ઓ પ્રિયે

ઓ પ્રિયે

1 min
514


ઓ પ્રિયે, તું મારા સપનામાં જલદી આવજે,

ઓ પ્રિયે, મારા માથે હાથ પસારવા આવજે. 


વરસાદની મોસમમાં મને ભીઁજવવા આવજે,

તારા સ્નેહના વરસાદમાં નવરાવવા આવજે.


ઓ પ્રાણેશ્વરી, પ્રણયમાં રીસામણાને કોરાણે,

મૂકી, મન ભરી હેત-હેલી વરસાવવા આવજે.


ઓ હૃદયેશ્વરી, મારા મનના મંદિરના ચોકમાં,

કૃષ્ણ-પ્રિયા, રાધા બની ગરબે ઘૂમવા આવજે.


ઓ સુંદરી, આકાશેથી વરસતી અમૃત ધારાને 

દેખી "અનુ"ઉત્તરની પ્રિતમાં ભીંજાવા આવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance