STORYMIRROR

Manishaben Jadav

Tragedy Inspirational

4  

Manishaben Jadav

Tragedy Inspirational

ઓ મમ્મી મને તારી

ઓ મમ્મી મને તારી

1 min
220

ઓ મમ્મી મને તારી યાદ બહું આવે

ને આંખડી જોને આંસુથી ભરાઈ આવે

તારાથી દૂર થવાની ઘડી આટલી આકરી કેમ ?


ત્યાં તો તું રોજ નાસ્તો પ્રેમથી જમાડતી

અહીં હું સૌની પહેલા ઉઠી સૌને જમાડું

તોય બદલામાં મને કેમ પ્રેમ ન મળે


બે કામ કરું ને તું કહે આરામ કર થોડો

અહીં તો સતત કામ કરવાથી પણ નાખુશ સૌ

રોજ ફરિયાદ કેટલી કરે


તું તો કહેતી ને પ્રેમથી ભરેલી જિંદગી

સૌને પ્રેમ કરીએ પ્રેમ સૌ એટલો જ કરે

 તો અહીંની રીત કેમ સાવ નોખી !


મારા એક હાસ્ય માટે તું લાખ કોશિશ કરતી

અહીં સૌને ખુશ રાખવા હું ખુદને ભૂલતી

મારી આંખના આંસુઓ કેમ કોઈ ન દેખે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy