STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

નયણા નેહ ભીનાં

નયણા નેહ ભીનાં

2 mins
1.1K

ઊભી ગોખ ઝરૂખે નાર નયણા નેહ ભીનાં,

એનું રાજિમતી છે નામ નયણા નેહ ભીનાં,


એના હૈયે હરખની હેલી ચડી;

એના અંગે પિયુની પીઠી ચડી,

વધે હૃદય તણો ધબકાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


ઉબટને, વિલેપને રંગ ખીલ્યો;

મુખ જાણે અનુપમ ચંદ્ર ખીલ્યો,

ઝૂકે પાંપણ શરમનો ભાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


ઉગ્રસેન પિતા ને માતા ધારિણી;

આત્મજા તુંને આશિષ આપે ઘણી,

સદા રહેજો સુખી સંસાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


માંડવે ઢોલ શરણાઈ બાજી ઊઠ્યાં;

ત્યાં'તો મનમાં પશૂઆ ફડકી ઊઠ્યાં,

કરે આક્રંદ મૌન લાચાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


પિતા સમુદ્રવિજય ને માં શિવાદેવી;

પુત્રો ઉત્તમ ગુણવાન નેમિ, રહનેમિ,

આજે પરણે છે નેમકુમાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


નેમ કુંવરની જાનમાં મ્હાલે જાનૈયા;

ભાઈ કૃષ્ણ ને બળદેવ અગ્ર થયા,

યાદવકુળમાં હરખ અપાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


નેમ કુંવરનો રથ પહોંચ્યો તોરણ સુધી;

મૂંગા પશુનો પોકાર પહોંચ્યો અંતર સુધી,

અંતઃ કરણે મચ્યો હાહાકાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


એવી ભૂખ છે માનવ કેવી તારી ?

અમને મારીને સંતોષે ક્ષુધા તારી ?

ચિચિયારી પૂછે પારાવાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


ઊનાં આંસુડામાં ભારે વેદના હતી;

કુંવર નેમિના દિલમાં સંવેદના હતી,

હૈયે વાગ્યાં પશુના પોકાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


એણે તોરણથી રથને વાળી લીધો;

આત્મ મંથનની કેડીએ ઢાળી લીધો,

સંસારને જાણ્યો અસાર નયણા નેહ ભીના, ઊભી ગોખ ઝરૂખે,


સખી પિયુના ગયાની વાત કરે;

સુણી રાજિમતી કલ્પાંત કરે,

વહે આંખે અશ્રુની ધાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


આપણ આઠ ભવોની પ્રીત હતી;

નવમે ભવ રહે એકલ રાજિમતી,

મારો જરી'યે ન આવ્યો વિચાર ! નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે 


એના ઝરૂખેથી માણીગર મોર ઊડ્યા;

એના અંગે રુંવાડા ફરકી ઊઠ્યાં,

મારે પણ તજવો સંસાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે,


એ તો પિયુના પગલે ચાલી નીકળી;

નેમજીની પહેલા ગઢ ગિરનાર ચઢી,

બેઉ લીધો સંયમ ભાર નયણા નેહ ભીનાં, ઊભી ગોખ ઝરૂખે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational