નવરાત્રી આંગણે
નવરાત્રી આંગણે
ચાલો કરીએ રે માતાજીની આરતી
આવ્યા છે માતાજીના ગરબા રે
આવી આવી રે નવલી નવરાત્રી આંગણે..
કુમકુમના સાથિયા પૂરાવ્યા
લાખ લાખ દીવડા પ્રગટાવો
આવી આવી રે નવલી નવરાત્રી આંગણે...
નવમે નોરતે રે નૈવેદ્ય ધરીએ
લઈએ માતાજીના પ્રસાદ રે
આવી આવી રે નવલી નવરાત્રી આંગણે...
અંબેમાના ગૂણલા ગાઈએ
ગરબાની કરીએ રમઝટ રે
આવી આવી રે નવલી નવરાત્રી આંગણે...
બાજઠ રૂડા મંગાવીએ
મા ના આસન આજ રે બિછાવીએ
આવી આવી રે નવલી નવરાત્રી આંગણે...
ઘેર ઘેર દીવડા પ્રગટાવીએ
માતાજીને કરીએ શત શત વંદન રે
આવી આવી રે નવલી નવરાત્રી આંગણે.
