નવરાશ
નવરાશ
તમને યાદ કરવા માટે મારે ક્યાં જોય છે નવરાશ,
તમારી યાદ આવે 'ને મનને મળી જાય છે નવરાશ.
તમારા નામનાં ગીત-ગઝલ રચવા મળી જાય છે નવરાશ,
પણ તમને એ વાંચવા માટે પણ ક્યાં હોય છે નવરાશ??
આવે દયા આ પ્રેમી પર તો આવજો લઈ નવરાશ,
મારા આ પાગલ દિલને તમારી યાદોથી મળે નવરાશ.
'અજીજ' લઈ લેશે ચિર વિદાય આપવા તમને નવરાશ,
તમને ત્યારે મળી રહેશે આવતી હેડકીઓથી નવરાશ...

