STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

નવલાં નોરતાંની

નવલાં નોરતાંની

1 min
400

હાલો ગરબે રમવા જઈએ રે

માં ને હેતેથી વધાવીએ રે

નવલાં નોરતાંની રાત આવી...!


કુમ કુમ સાથિયા પૂરાવીએ રે

 માં ની આરતી ઉતારીએ રે

નવલાં નોરતાંની રાત આવી...!


ફૂલડાં ના હારલા ગુંથાવીએ રે

માં ને હારલો ચડાવીએ રે

નવલાં નોરતાંની રાત આવી..!


નવ નવ દીવડા પ્રગટાવીએ રે

માં ની આરાધના કરીએ રે

નવલાં નોરતાંની રાત આવી...!


વાંસના મંડપ બંધાવીએ રે

માં ને ગરબે રમવા બોલાવીએ રે

નવલાં નોરતાંની રાત આવી....!


માડી કુમકુમ પગલે આવો રે

દર્શન દેવા આવો રે

નવલાં નોરતાંની રાત આવી...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational