STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

3  

Purvi sunil Patel

Inspirational

નવી શરૂઆત કરીએ

નવી શરૂઆત કરીએ

1 min
229

આજ કેરી વાતો કરીએ કાલ કેરી વાતો કરીએ,

ભૂતકાળ ભૂલીને હવે ભવિષ્યની વાતો કરીએ,

ઝાડપાનની વાતો કરીએ ફળફૂલની વાતો કરીએ,

સુખમય ભવિષ્ય માટે બાગબાનની વાતો કરીએ,

આભ કેરી વાતો કરીએ, ધરા તણી વાતો કરીએ,

વેરાન જંગલ ભૂલીને હરિયાળી કેરી વાતો કરીએ,

નીતિ કેરી વાતો કરીએ અનીતિ કેરી વાતો કરીએ,

ખોટી નિયત છોડી હવે નીતિમત્તાની વાતો કરીએ,

લાભ કેરી વાતો કરી,ગેરલાભ કેરી વાતો છોડીએ,

હિસાબ બધાં ભૂલીને એક નવી શરૂઆત કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational