નવી અંતાક્ષરી 28
નવી અંતાક્ષરી 28
(૮ર)
નાનું કદ ને મોટું કામ,
કરોળિયો છે એનું નામ.
તાંતણા વણી જાળું ગૂંથે,
એમાં જંતુને પકડી ચૂંથે.
(૮૩)
થાકતી નથી ઊડી ઊડી,
માખી કેવી લાગતી કૂડી.
માન વગરની મહેમાન,
તોયે ગાતી રહેતી ગાન.
(૮૪)
નવરી બેસે ન કદી કીડી,
પહાડ ચડે ને ચડે સીડી.
કણ કણ ભરતી દરમાં,
સમૂહમાં રહે એ ઘરમાં.
(ક્રમશ:)
