Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 16

નવી અંતાક્ષરી - 16

1 min
410


(૪૬)

નાનું કદ ને મોટું કામ,

ઘેટાભાઈ છે એનું નામ.

ઊન આપે કેવું નરમ,

કપડાં તેનાં બને ગરમ.


(૪૭)

મોટું માથું ને પગ જાડા,

હાથીભાઈ તો કેવા પાડા !

આઘી-પાછી સૂંઢ હલાવે,

સરકસમાં મજા કરાવે.


(૪૮)

વાડીએ જાતી ઘાસ ચરતી,

કાળી ભગરી ભેંસ ફરતી.

શીંગડાં ભારે માથું નમતું,

કાગડાઓને ખૂબ ગમતું.


(ક્રમશ:)


Rate this content
Log in