નવા રસ્તા
નવા રસ્તા
સાવ સીધેસીધી,
આ જીંદગીમાં,
મળે તો મળે શું ?
થોડી વાંકીચૂકી,
આળીઅવળી,
ઊંચી નીચી,
હોય જો જીંદગી,
તો મળે નવા રસ્તા !
થોડો થાક લાગે,
થોડું પગમાં વાગે,
થોડો ડર લાગે,
થોડી હિંમત આવે,
થોડી સજા તો,
થોડી મજા,
ને ચાલતા ચાલતા,
દૂરથી જોવાય જાય,
નવી મંજિલ,
ને ક્યાંક કોઈ મળે અમસ્તાં !
એતો,
ધીમે ધીમે,
ટેવાય જવાય,
આફતો સાથે,
આશિકી થાય,
સાવ એકલા હોય,
તોય ફોજ જાણે,
મજા આવે તલવાર,
ઘસતા ઘસતા,
ને કેસરિયા કરીએ,
હસતા હસતા,
આ જીવન છે મિત્ર,
શ્વાસ નથી સસ્તા.
સાવ સીધેસીધી,
આ જીંદગીમાં,
મળે તો મળે શું ?
થોડી વાંકીચૂકી,
આળીઅવળી,
ઊંચી નીચી,
હોય જો જીંદગી,
તો મળે નવા રસ્તા !