STORYMIRROR

Falguni Rathod

Romance

3  

Falguni Rathod

Romance

નૂતન વચન

નૂતન વચન

1 min
185

સ્નેહ કેરા સથવારે અમે આપી દીધા વચન,

ભવોભવ સંગાથ રહી કાયાને કરીશું કંચન...!


ભલે ચોમેર વરસી રહેશે અહીં અંધારાનું પૂર,

જાગ્રત પ્રદિપ્ત કરશું હૃદય નેત્રે સંગીતના સૂર...!


ઠોકરની થાપ ખાઈ લથડી ના પડાય જોને આજ,

એકમેક હાથોમાં હાથ જોશું રોશન થવાને કાજ....!


દુનિયાની સાંકડી શેરીમાં ખુલ્લા માર્ગે ચાલ્યું આ મન,

વ્હાલપની આંગળીઓ ફેરવીને મળ્યું મુજને આ ધન...!


લાકડી ટેકે હવે છૂટા પડીને મુક્ત થયા અમાસી ભ્રમ,

રોજ રોજ આપીશું નૂતન વચન કરીશું નવ નિત્યક્રમ....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance