Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Tragedy Inspirational

3  

Neha

Tragedy Inspirational

નથી શકતાં

નથી શકતાં

1 min
46


શીખ્યાં એટલું જીવનમાં,

 નવું ગ્રહણ કરી નથી શકતાં,

એકડાં હવે આ ઉંમરમાં નવા,

 અમે, ઘૂંટી નથી શકતાં !


મળ્યાં કેટલાંય જખમો, 

આ જીવનનાં પડાવમાં,

જખમો હૃદયનાં વધુ હવે,

અમે, ખોતરી નથી શકતાં !


સહ્યા આઘાત અને પ્રપંચ, 

પોતાનાં કહેવાતાંઓ થકી,

વિશ્વાસનાં ખેતરમાં હવે, 

અમે, નવું બીજ રોપી નથી શકતાં !


મળી અસફળતા અનેક, 

દરેક પગલે આ જીવનમાં,

એક ડગલું સફળ પ્રયત્ન તરફ હવે, 

અમે, ચાલી નથી શકતાં !


ડંખ્યાં અનેક ખુશબુદાર,

 ફૂલો બગીચાનાં, કંટક થઈને,

સુગંધ એક ગુલાબની હવે,

 અમે, સૂંઘી નથી શકતાં !


ઉછેર્યા કેટલાંય સંબંધો, 

ધરી “ચાહત” અને માવજત,

હૃદયનાં કુંડામાં હવે, 

અમે, નવો છોડ ઉગાડી નથી શકતાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy