STORYMIRROR

Kinjal Pandya

Tragedy Classics

4  

Kinjal Pandya

Tragedy Classics

નથી જવું મારે સાસરે

નથી જવું મારે સાસરે

1 min
783

નથી છોડવું આજે આ ઘર મારે

નથી જવું મારે સાસરે..


આજે આ ઘર પણ ના પાડે છે,

રડતા કહે તારા વગર નહીં ગમશે,

નહીં જા તું સાસરે..


મારા ઘરનો ઉંબરો પણ આજે મને મોટો લાગે,

ઓળંગતા મારા પગ ન ઉપડે,

એ પણ કહે

નહીં જવા દઉં તને સાસરે...


ફૂલ છોડ પણ મૂરજાઇ ગયા,

પાણી પીવડાવા જાઉં તો કહે તારા વિના કેમ જીવીશું,

નહીં જા ને તું સાસરે...


પાણીયારે બેઠું માટલું છલકાય,

રોતા બેડલા કહે છોડી દઈશુ મીઠાશ,

જો તું જાય સાસરે...


બારણે ઊભેલો મારો વિરો ને ભાભી કહે,

બેની જોને તારા વગર કેમ પર્વ ઉજવીએ?

નહીં જાને બેન તું સાસરે..


છેક શેરી એ વળાવવા આવતા,

મા બાપ રોતા કહે જમાઈરાજ,

ના લઈ જાઓ અમારા કાળજાના કટકાને સાસરે..


જાણું ત્યાં પણ મારા પોતાના જ,

મારી રાહ જુએ,

મારી ખુશી જ મારા સાસરે,

પણ નથી જવું મારે સાસરે...


કેવી જીંદગી આ દિકરીની,

પોતાના ને પારકા કરી,

પારકા ને પોતાના બનાવી,

હસતી રહે સાસરે..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy