STORYMIRROR

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

નસીબ

નસીબ

1 min
240

પ્રિયે

ધરતી પર આવવું ને મળવું,

સંજોગથી વિશેષ ના હોય,


જન્મ લેવો એ ઈશ્વર આધીન,

માતા પિતા સુનિશ્ચિત હોય,

પરિવાર આશીર્વાદ હોય,

પણ દોસ્ત એ ખાસ હોય,

જાતે શોધીએ જાતે બનાવીએ,

ખુદ નો આઇનો હોય,


અનુભવથી લાગણીથી,

મિત્ર ઢાળ સરીખો શોધીએ,

અને નસીબ હોય તો પ્રેમ મળે,

હા... નસીબ પ્રિયે નસીબ,


કોઈ ને ચાહવું ને કોઈનું ચહિતું

બનાવું એ બંને માં ફેર,

એક તરફી લાગણી,

બંને તરફ નું ખેંચાણ એ જ પ્રેમ,

શું સત્ય બંનેમાંથી,

કોને કહું ખરું કોને કહું ખોટું,


પ્રેમ માટે બંનેનો ભાવ,

જોઈએ બંનેનું સિંચન,

સમય કાળજી અને જતન,


પ્રિયે, પ્રેમ નિખરે ત્યારે જ,

નસીબ હોય તો સંગાથ મળે,

એ સંગાથને પ્રેમની સાથ મળે,


મળે જો કોઈ ખરા દિલથી,

ચાહવાવાળું તો ચાહી લેજો,

આમ જ નથી મળતા પ્રેમના સ્વાદ,

પ્રિયે પ્રેમ માટે પણ નસીબ જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance