નોરતાની રાત આવી
નોરતાની રાત આવી
આવી આવી નોરતાંની રાત,
સંગ સખીઓનો લાવી સાથ,
આવી આવી નોરતાંની રાત,
નારંગી, વાદળી,લીલો, પીળો ને લાલ,
ખુશીઓનાં, રંગ લાવી સાથ,
આવી આવી નોરતાંની રાત,
રાસની રમઝટ, ગરબાનો થનગનાટ,
જીવનમાં ભરવા ઉલ્લાસ,
આવી આવી નોરતાંની રાત,
દુઃખ દર્દ હરવા, ને આશિષ આપવા,
નવ રૂપ ધરે દેવી માત,
આવી આવી નોરતાંની રાત.