નમન
નમન


શબ્દોનાં સરોવરમાંથી, મોતીનાં અક્ષર વીણું છું.
હે ગુરુ! હું તો તારા નામની કવિતા લખું છું.
હે ગુરુ હું તો તમને નમન કરું છું....
સંગીતનાં સાત સૂરો જેવું તમારું જ્ઞાન છે.
અમે તો વીણાના એક તાર છીએ.
હે ગુરુ હું તો તમને નમન કરું છું....
મેઘધનુષ્યનાં રંગોમાં છવાયેલું તમારું જ્ઞાન છે.
અમે તો સાત રંગો એક જ રંગ છીએ
હે ગુરુ હું તો તમને નમન કરું છું....
નદીની જેમ વહેતું તમારું જ્ઞાન છે.
અમે તો માત્ર એક નાનું ઝરણું છીએ.
હે ગુરુ હું તો તમને નમન કરું છું....
અખંડ દીવાની જેમ રોશની આપતું તમારું જ્ઞાન છે.
અમે તો માત્ર એક નાનો દીવો છીએ.
હે ગુરુ હું તો તમને નમન કરું છું....
મોતીના માળા રુપી કવિતા લખું છું.
હે ગુરુ હું તો તારા નામની કવિતા લખું છું.
હે ગુરુ હું તો તમને નમન કરું છું....
શબ્દોનાંં સરોવરમાંથી મોતીના અક્ષર વીણું છું.
હે ગુરુ! હું તો તારા નામની કવિતા લખું છું.
હે ગુરુ હું તો તમને નમન કરું છું....