નમન કરી શકાય
નમન કરી શકાય
માવતરનું મૂલ્ય શું આંકી શકાય ?
માવતરને ચરણે કંઈ અર્પી શકાય ?
પર્યાય કદી ના મળી શકે માવતરનો,
સ્નેહભાવે એમને ફક્ત નમી શકાય,
અગણિત સંઘર્ષથી ઉછેરે સંતાનને,
શીશ નમાવી માવતરને નમી શકાય,
વેઠી યાતના સજાવે રાહ સંતાનનો,
એવાં માવતરને ફક્ત નમી શકાય,
માવતરનું ઋણ ચૂકવવા ચાહો કદી,
સંવેદનાભાવથી ફક્ત નમી શકાય,
જન્મ દઈ જીવને ઉપકાર કરે ઘણો,
માવતરનાં ચરણે ફક્ત નમી શકાય.
