નકલી ચહેરો
નકલી ચહેરો
દરેક માનવી કરે છે અભિનય અહી
દેખાય એવો ક્યાં હોય છે ! અને હોય એવો કયા દેખાય છે !
આ માનવી હોય છે સુંદર મજાનો
એના મનમાં હોય છે અદભૂત ખજાનો.
ક્યાં કળી શકાય છે કોઈ ના મનના અભેદ કિલ્લાને.
ફરતે મૌનની દીવાલો હોય છે .
દરેકનો અભિનય સુંદર મજાનો હોય છે.
હસતા ચહેરા પર આંસુઓના પહેરા હોય છે.
અહી તો હાસ્ય મોંઘા ઘરેણાં હોય છે.
ચહેરા પર મહોરા હોય છે.
અહી અસલી ક્યાં કોઈના ચહેરા હોય છે !
સારાપણાનો નકલી નકાબ હોય છે.
ઉપરથી સોનેરી અને અંદરથી કેવો કથીર હોય છે.
મફત નું મેળવવા કેટલો અધીર હોય છે.
ઉપર થી દાનવીર ને અંદર થી કેવો લૂંટારો હોય છે..
અહી અભિનય બધા નો કેવો સુંદર મજાનો હોય છે.
ઘડી માં હસતો અને ઘડીમાં રડતો
ઘડી માં ઉદાસ તો ઘડીમાં મહેફિલ સજવતો
જો ને આ માનવી કેવો જાંબાઝ કલાકાર છે.
સ્ટેજ પર બીજા
અને પરદા પાછળ બીજો.
આમ કેટલાય અલગ અલગ ચહેરાઓ ધરાવતો હોય છે.
આમ જો ને કેવો સુંદર મજા નો દરેક નો અભિનય હોય છે.
મન ના કિલ્લા ઓ ફરતે કેવી અભેદ દીવાલો હોય છે.
સ્વજનો પણ નથી કળી શકતા એવો અકળ હોય છે.
અસલી ચહેરા પર નકલી નકાબ હોય છે.
