STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

નક્કી કર્યું છે

નક્કી કર્યું છે

1 min
359

મૂકી દુઃખ દર્દ બાજુ પર ખુશ રહેવાનું નક્કી કર્યું છે,

બસ આમ જ હવે મસ્ત બની ફરવાનું નક્કી કર્યું છે,


આ રંગીન દુનિયા આ રસ્તોને જિંદગીની સફરમાં,

કોઈ મનગમતું મળી જાય તો મળવાનું નક્કી કર્યું છે,


આવશે એ હથેળીમાં મખમલી અહેસાસ લઈને,

એના નરમ, મુલાયમ હૈયામાં ઠરવાનું નક્કી કર્યું છે,


ભીંજવશે એ લથબથ-તરબતર સ્નેહાળ સ્પર્શથી,

ખ્વાબ બની એની આંખોમાં ઝરવાનું નક્કી કર્યું છે,


અડખે પડખે રહેવું ને ફૂલ પારિજાત સમ મહેંકવું,

લાગણીરુપી ઝાકળથી ઝીલ ભરવાનું નક્કી કર્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance