નજર
નજર


ખુશીનાંં અને દર્દનાંં આંસુની,
ખારાશ જુદી લાગે છે,
વરસતા વરસાદમાં પલળેલી,
આંખોની ભીનાશ જુદી લાગે છે.
હશે કંઈક તો જાદુ,
જરુર એની નજરમાં,
નજરથી મારી મળ્યા પછી,
વાત સાવ જુદી લાગે છે.
નજરના જામની હો અસર,
આંખની લાલાશ જુદી લાગે છે,
જાગ્યો હું રાતભર યાદમાં,
ખબર એને પડી લાગે છે.
નજરથી છોડેલું તીર એણે,
નિશાન ચૂક્યું લાગે છે,
અચાનક થઈ જે પીડા મને,
નક્કી જઈને દિલમાં ખૂંચ્યું લાગે છે.