નજર
નજર
નજરથી મુજને ઘાયલ કરી હતી,
નાદાન હું રમતને પ્રેમ સમજી હતી.
રોજ રોજ નવા સપના દેખાડતો હતો,
હું નાદાન એ સાચા થશે એમ વિચારતી હતી.
રોજ રોજ મીઠી મીઠી વાતો કરતો હતો,
હું નાદાન ના સમજી ક્યારેય તારો ઈરાદો.
પ્રેમમાં ફોસલાવી તે તો કર્યો વિશ્વાસઘાત,
આ જીવનમાં રહ્યું ના મારે જીવવા ખાસ.
