નિશાળ દે ને ગોતી
નિશાળ દે ને ગોતી
બા તું મને એવી નિશાળ દે ને ગોતી
જ્યાં ભણવાને રોજ આવે હાથી
હાથી વાંસળી વગાડે
બા તું મને....
શાળામાં વાગે રોજ વાંસળી
સાંભળીને સૌ થાય રાજી
હાથી વાંસળી વગાડે
બા તું મને...
વાંસળીના સૂર મીઠા મીઠા
સૌ સાંભળે બેઠા બેઠા
હાથી વાંસળી વગાડે
બા તું મને...
ભણવાને સૌ થાય આતુર
વાંસળીના સૂરમાં માહિર
હાથી વાંસળી વગાડે
બા તું મને...
મોરભાઈને કાબરબેન આવે
વાંસળીના સૂર એ સંભળાવે
હાથી વાંસળી વગાડે
બા તું મને...
ભણી ભણીને થાક જ્યારે લાગે
વાંસળીના સૂરે ત્યારે સૌ નાચે
હાથી વાંસળી વગાડે
બા તું મને.
