STORYMIRROR

Ajit Chavda

Classics Drama

3  

Ajit Chavda

Classics Drama

નિશા

નિશા

1 min
553




જીવનની ઘટમાળ સમજાવે છે આ નિશા,

સુખ-દુઃખના ચક્રને બતાવે છે આ નિશા.


સુખ કેરા સવારની આશ લઈ આવે છે નિશા,

દુ:ખને ભૂલી; આત્મમંથન કરાવવા આવે છે નિશા.


અનેરી શીતળતાનો અહેસાસ કરાવે છે આ નિશા,

મસ્ત આહલાદક મોસમનું સર્જન કરે છે આ નિશા.


ચાંદનીનો તાજ પહેરી રાણી બને છે આ નિશા,

ટમટમતાં તારલિયાથી સોહાય છે આ નિશા.


દિવસની ભાગદોડ બાદ આરામ લાવે છે નિશા,

નિંદ્રા થકી સઘળો થાક ઉતારી જાય છે આ નિશા.


જિંદગીની અધૂરપ પૂરી કરવા આવે છે આ નિશા,

'અજીજ' સપનાઓ બતાવી; જીવનને રંગવા આવે છે આ નિશા..!!



Rate this content
Log in

Similar gujarati poem from Classics