જૂની ફિલ્મો
જૂની ફિલ્મો
ફિલ્મો બનતી સાફ સુથરી,
એક સંદેશ લઇને ઉતરતી,
દિલ દિમાગ ને ઝંઝોડતી,
માટે સામાજિક કહેલાતી,
સાચો પથ પણ દેખાડતી,
ખોટા કામોથી ચેતાવતી,
સમાજને એ રાહ ચીંધતી
મનોરંજન સાથે ચિંતન,
સાચા અર્થમાં કરતી સિંચન,
એવી ફિલ્મો હવે ક્યાં છે,
સૌ પોતાના ખીસા ભરે છે.
