સુપર પાવર છે મારી માં
સુપર પાવર છે મારી માં
મારા માટે સુપર પાવર મારી મા,
મારા અંધકાર ભર્યા જીવનમાં,
સૂર્યનો ઉજાસ આપે મારી મા.
શબ્દો વગર મારી પીડાને સમજી જાય મારી મા,
મારી હૈયાની પીડાને આંખોમાં વાચી શકે મારી મા,
હું માંગુ એ પહેલાં આપી દે મારી મા,
કર્ણ કરતા પણ વધારે દાનવીર છે મારી મા.
મારી દુઃખ અને તકલીફોમાં મજબૂત મનોબળ આપે મારી મા,
હિમાલય કરતા પણ અડગ છે મારી મા.
સુખો બધા એના પાલવમાં મા મળે,
ખુશીઓ બધી એની એક મુસ્કાનમાં મળે,
સ્વર્ગ કરતા પણ વધારે સુખ આપે મારી મા.
વરસાદ તો એક વાર વરસે, મારી માનો પ્રેમ તો સદા વરસે,
વાદળ કરતા મહાન છે મારી મા,
દરિયો તો ખુંદિયે ત્યારે મોતી મળે,
દુનિયાના બધા સુખ ત્યારે મળે
જ્યારે મારી માનો હાથ માથા પર ફરે.
ભગવાન જેટલી મહાન છે મારી મા.
હું ખૂબ સુખી છું. કેમ કે મારી પાસે
એક સુપર પાવર છે મારી મા.
દુનિયામાં સૌથી ધનવાન છું,
કેમ કે મારી પાસે છે મારી મા.
