સત્ય(વ્યંગ
સત્ય(વ્યંગ
સત્ય ક્યાં નથી ?
અસત્ય બધેજ છે.
સત્યને પુરાવાની જરૂર છે,
અસત્ય તો નજર સામે જ છે.
ગાંધીબાપુ કહે સત્ય બોલો,
અસત્યની બોલબાલા છે.
જીવનમાં સત્ય જરૂરી છે,
અસત્યનું ચલણ વધી રહ્યું છે.
સત્યનાં પાયે ભ્રષ્ટાચાર છે,
અસત્ય પણ વેગળુંનથી.
બાપુની તસવીર સામે જ છે,
થાય છે સત્યનો બળાત્કાર.
તો અસત્યની વાવણી કરીને,
નેતાઓ પાક લણે હજાર.
સત્યનાં રાહે મૃત્યુ છે,
તો અસત્યનાં રાહે રંગીલું જીવન છે.
સત્ય પકડી શકાય છે,
અસત્ય અધ્યાહાર રહે છે.
સત્ય નજોવું, ન સાંભળવું, ન બોલવું,
અસત્યની કોઈ સીમા ન હોવી.
સત્યનાં પૂજારી સમાજને નડે,
અસત્યનાં પૂજારીને સમાજ પોંખે.
જય હો સત્ય આચરનારા,
જય હો અસત્ય અપનાવનારા.
