આત્મવિશ્વાસથી ડગ ભર
આત્મવિશ્વાસથી ડગ ભર
જીવનડગર પર વહેતા સમયના
અવિરત પ્રવાહની આંટીઘૂંટીને,
શું સમજી શકશે આ પ્રવાસી !
કરશે યત્ન એ સમજવાનો તોય,
વમળમાં ફસાયાંનો થાશે અહેસાસ એને,
એના કરતાં ઓ માનવી તું ડગ ભર,
નવી ડગર ભણી, નવાં જોમ થકી,
રહેવા દે અતીતને અહીં જ તરબતર,
આત્મવિશ્વાસનો ખજાનો છે તારી કને,
મંઝિલ પણ સામી આવશે હરખભેર,
જીવનમાં મનુષ્ય નાનામોટા પ્રવાસ કરે છે,
એનું સમગ્ર જીવન પણ એક પ્રવાસ છે.
