STORYMIRROR

RASIKKUMAR AD

Classics

3  

RASIKKUMAR AD

Classics

રમત વિના

રમત વિના

1 min
170

આ ગલી આ મુહલ્લો

એજ છે જ્યાં હું રમતો 

રમત ! કરતો ગમ્મત !


વિકસાવતો સંબધ

રમત લડતા કઈ કેટલી

રમતા રમત !


આજે પણ યાદ છે મને

દોસ્ત શું યાદ છે તને

શું જમાનો હતો એ !

જોયો હતો જે તમે ને મે !


રમત રમતા રમતા જ

થઈ જતી હતી કસરત

મા બોલાવતી છતા

ન જાતા તો મા લડી લડી લઈ જતી


બળ જબરીથી ખવડાવતી

ખાધુ ન ખાધુ ને ફરી મેદાનમાં

ને અવનવી રમત શરુ !


આજે બાળકો રમે રમત

મોબાઈલમાં કમ્પ્યુટરમાં

ન કોઈ કસરત ન વિકાસ

બસ સમયની બરબાદી


ક્યાં જશે આ આબાદી રમત વિના !

વિચારે જ કાપી જાઉં છું

એટલે કલમ મુકી દઉં છું


Rate this content
Log in

Similar gujarati poem from Classics