Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Classics Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Children

મારું બાળપણનું ઘર

મારું બાળપણનું ઘર

1 min
226


બાળપણનું એ કેવું સુંદર ઘર હતું !

ઘરની આસપાસ વૃક્ષોનું ઝુંડ હતું,

માટીથી લિપેલું એ ઘર હતું,

માટીની સાથે ભળી હતી દીવાલોમાં,

માંની મમતા,પિતાનો પ્યાર,


એક એક ખૂણે હતી, સપનાની નગરી,

ત્યારે જિંદગી નહોતી આટલી અઘરી,

ભાઈ બહેનનો પ્યાર હતો,

મીઠો ઝગડો, મીઠી તકરાર હતી,


જિંદગી જાણે ! એક એક પળ અવસર હતી,

મિત્રોનો સાથ, સુખ દુઃખમાં સંગાથ હતો,

નિર્દોષ નિખાલસ રમત હતી,

ત્યારે જિંદગી માટે મમત હતી,

કોયડાઓના ઉકેલ,એક ગમ્મત હતી,


બસ સંબંધોની કિંમત હતી,

એક બીજાની હૂંફ અને હિંમત હતી,

ત્યારે સાવ સરળ જિંદગીની રમત હતી,


રંગ બેરંગી ફૂલોની ક્યારી હતી,

જિંદગી ખૂબ પ્યારી હતી,

ત્યારે જિંદગી ખૂબ ન્યારી હતી,

આવી સુંદર સપનો ભરી મારી જીવન ડાયરી હતી.


Rate this content
Log in