STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

નિરાશા

નિરાશા

1 min
243

કેટલો ગમગીન બન્યો છું હું, 

તમારો ચહેરો જોવા માટે,

તમે તો ચહેરો ફેરવી લો છો,

મુજને હમેશા તડપાવવા માટે.


કેટલો આતુર બન્યો છું હું,

તમારા મધુર મિલન માટે,

તમે તો વાયદા તોડો છો,

મુજને પ્રેમમાં તરસાવવા માટે.


રાત્રે સપનાઓ જોઉં છું હું,

તમારા ચહેરાના સ્મિત માટે,

તમે તો હમેશા દૂર રહો છો,

મુજને વિરહમાં ધકેલવા માટે.


કેટલો પ્રેમ તમને કરૂં છું હું,

તમારા દિલમાં વસવા માટે,

તમે તો નફરત કરો છો "મુરલી",

મુજને હમેશા બાળવા માટે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance