STORYMIRROR

BINAL PATEL

Drama

4  

BINAL PATEL

Drama

નિખાલસ હાસ્ય

નિખાલસ હાસ્ય

1 min
345

'તમે સમજ્યા એટલી સમજણ ને જીવ્યા એટલી જિંદગી,

જન્મ્યા એટલે જીવવાનું ને સમય સાથે ચાલવાનું,


 ઋતુ સાથે બદલાવવાનું ને અગ્નિ જેમ હર-હંમેશ પ્રગટવાનું,

 સંજોગોને સમજવાનું ને પરિવાર સાથે રહેવાનું,


 સારા સ્વભાવનું સમીકરણ ને સાચી નીતિની નૈતિકતા,

 હૂંફ પરિવારની ને મનની મૌલિકતા,


 સંપૂર્ણ સમર્પણ ને સ્વીકારની ભાવના,

 કર્મની કસોટી ને હિંમતની હરીફાઈ,


 પરિશ્રમનો પરસેવો ને હાસ્યની હેલી,

 સંતાનોનું એ નિખાલસ હાસ્યને સંતોષની નજર,


 અલગ જ દુનિયામાં રહેવાનું ને જીવનભર બસ એ જ 'નિખાલસ હાસ્ય',

 મહેલોની રોશની કરતા ફૂટપાથ પરની એ હાસ્ય સમી અગ્નિ,

 વધારે પ્રજ્વલિત થઇ હોય એમ લાગે!'


Rate this content
Log in

Similar gujarati poem from Drama