STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Romance Others

4  

Girimalsinh Chavda "Giri"

Romance Others

નીરસ્પર્શ

નીરસ્પર્શ

1 min
183

દરિયો બનીને મારામાં સમાઈ જાજે,

હું ક્યાં કહું નદી બનીને મારામાં વહી જાજે !


ઝાકળ બનીને જકડાઈ જાજે,

હું ક્યાં કહું કે વરસાદ બનીને વરસી જાજે !


શ્વાસ બનીને શરીરે ભળી જાજે,

હું ક્યાં કહું કે ધબકાર બનીને રહી જાજે !


સબંધોના પાત્રો બનીને રહી જાજે,

હું ક્યાં કહું કે મારી જિંદગી બનીને રહી જાજે !


હાથથી હાથ જકડી જાજે,

હું ક્યાં કહું કે જીંદગી ભર સાથ નિભાવી જાજે.


પ્રેમને પૂર્ણ વિરામ આપી જાજે,

હું અહીં જ હોઈશ જ્યારે મળવું હોય ત્યારે મળી જાજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance