STORYMIRROR

Kalpesh Patel

Romance

3  

Kalpesh Patel

Romance

નિ:શબ્દ

નિ:શબ્દ

1 min
667

ગુજરાતી સમાજમાં એક ચલણ છે વાટકી વ્યવહાર, દીકરાને કે દીકરીને ભાવતું ના હોય એવું શાક બન્યું હોય, તો મા વાડકી લઈને પાડોશીના ત્યાં અમારા ઘરે બનાવેલું શાક લઈને જાય, અને પાડોશીના ત્યાં મારું ભાવતું કઈ બનેલું હોય, એવું લઈને આવે. પ્રેમ અને પ્રકૃતિ આડંબર વગર વિતરતી જતી હોય છે ત્યાં કોઈ યુવાનની પડોશમાં યુવતી રહેવા આવે ત્યારે યુવાન એ હાએ જાગતા સ્પંદનો કઈક એવું કહી રહ્યા છે...

(રાતરાણી) રાતની મહેક છે લાંબી 

ખડકીએ આવી છે રહેવા કોઈ નવી 

ઓળખાણ વધારે આ પાડોશી થોડી થોડી 

આંગણે સુવાસ વેરી જાય દોડી

સવારે કે સાંજે ટહુકો કરી જાય ભાગી

ગણગણે નિત, નવી ગીતની –કડી

સામે સંભળાવું હું,લહેકો લળી લળી

નિ:શબ્દને તોય ના જાય તે કઈ કળી

શરૂ કર્યો છે આ ખડકીએ વ્યવહાર વાડકી

કોને કહું ? આ ખડકીએ છે મારી લાડકી,

વાડી હુંદી ફૂલ-વેલ, થઈ છે આ ખડકી.

વાડકીથી મેળપણાની રીત છે નિરાળી.

સજણ એવા એડાં થયા કે મનડું મરે કે મેલે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance