STORYMIRROR

Shaurya Parmar

Drama

2  

Shaurya Parmar

Drama

નહિ મળે.

નહિ મળે.

1 min
3.1K

જ્યાં સુધી દુઃખીજનોને જોઇને તમારી આંખો નહિ દડદડે...

મંદિરમાં ભગવાન કે મસ્જિદમાં અલ્લાહ નહિ મળે...


ઓ બીજાના મકાનો તોડનારાઓ...,

તમારા જ મકાનો તૂટયાં છે,

જે તમને લડાવે છે,

એમના હજુય અડીખમ ઉભા છે,

યાદ રાખજો,

જ્યાં સુધી કોઈનું ખોટું કરતાં, હૈયું નહિ ખળભળે,

મંદિરમાં ભગવાન કે મસ્જિદમાં અલ્લાહ નહિ મળે,


અનાથ થાય બાળકો,

વિધવા સ્ત્રીઓ થાય,

કેટલાય મા બાપના છોકરા,

જુવાનીમાં મસાણે (કબ્રસ્તાને) જાય,

યાદ રાખજો,

જ્યાં સુધી કોઈનો જીવ લેતા પહેલાં, આતમ નહિ બળે,

મંદિરમાં ભગવાન કે મસ્જિદમાં અલ્લાહ નહિ મળે,


ચૂલાય સાવ ઠંડા પડે,

ઘરે ઘરે,

રોજનું કમાઈને ખાનારા,

ભૂખ્યા મરે,

એમાં શું મારો રામ રાજી થાય?

કે તમારા અલ્લાહને આનંદ થાય?

ક્યારેય નહી...

જ્યાં સુધી કોઈનું ભલું કરવા હાટું હૈયું નહિ ઝળહળે,

મંદિરમાં ભગવાન કે મસ્જિદમાં અલ્લાહ નહિ મળે,


જ્યાં સુધી દુઃખી જનોને જોઇને તમારી આંખો નહિ દડદડે

મંદિરમાં ભગવાન કે મસ્જિદમાં અલ્લાહ નહિ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama