ને વાત ગઈ રે વંઠી
ને વાત ગઈ રે વંઠી
મોસમ મસ્ત જ રૂડી રંગીલીને ગરજી થઈ અજંપીઆ શીતલ પવન થયા વંટોળને વાત ગઈ રે વંઠી,
મેઘો ઝરમર ખાંડીધારનો ફાટી સરીતા રણચંડી દે આફત તેડાં ગાજીવાજીને વાત ગઈ રે વંઠી,
વૃક્ષો ઉખડે ભૂસ્ખલન ભરખે ચોપાસ તબાહી ઝંડી કોઈ વદતું પાપ વધ્યું છે ને વાત ગઈ રે વંઠી,
કાળા તોફાનો કળિકાળ નાદે પાટુ કુદરત સંધી ક્યાં છૂપાઈ કરુણા ! ખમૈયા વાત પાડોને ઠંડી,
હત્યા વિધ્વંસી ખેલ તમારા ભૂલ્યો કરૂણા દાગી ડંખી તારા પડછાયા તારી પાછળ ખોળે તબાહી મંડી,
વંઠી વિશ્વે દીધી જ અશાંતિ કીધી માનવતાને બંદી સૂણો વાણી આકાશી દૈવી તવ થકી જ વાત ગઈ છે વંઠી.
