STORYMIRROR

Shanti bamaniya

Romance

4  

Shanti bamaniya

Romance

ને પછી જોયું તો

ને પછી જોયું તો

1 min
245

ને પછી,

મારી આંખમાં ઊતરી આવેલા,

સાંજના સૂના આકાશને,

તારા સ્વપ્નના રંગથી ભરવાની,

હજુ કોશિશ કરું છું ત્યાં તો,

આંધી આવવાનો અણસાર વર્તાયો..

અચાનક એકલતાના વાદળ ઘેરાયા,

ખાલીપાની ડમરીઓ ઊઠી,

અંતર,આંખો, ને દિમાગમાં

અટવાયેલા અહેસાસ મૂંઝાયા,

વેદનાના વાદળ ઘેરાયા,

પછી તો,

ઘનઘોર અંધારૂ છવાયું..

ખાલીપણાનો ખડખડાટ,

 ગમની ગાજવીજ,

 ધોધમાર વરસાદ,

સંયમ સાથેના સગપણ તૂટી ગયા,

પાંપણે બાંધેલા બંધ તૂટી ગયા,

બધું જ જળબંબાકાર,

ત્યાં દૂર તારી યાદોનો દીવો ટમટમ્યો,

ને પછી જોયું તો,

હૃદય હલકું,

એકમેકના હૃદયનું આલિંગન,

શબ્દનાં મીઠા સૂર,

વાણીનાં વધામણા,

આંખોના ઈશારા..

આહ્લાદક સ્પર્ષ..

શ્વાસનો મધુર લય,

તનની ઝણઝણાટી,

છાતીનો થડકાર,

હૈયે હરખની હેલી,

ને પછી...

ને ધરતીની એકલી જોઈને,

બાઝી રે પડ્યો વરસાદ,

અને એને ધરતીને ચૂમી એક શ્વાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance